ચીખલી નજીક આવેલ મજીગામ મલ્લિકા અર્જુન મહાદેવ મંદિરના પ્રતાગાણ મા યુથ ઓફ ધોડિયા બીલીમોરા ગણદેવી વિભાગ આયોજિત સમૂહ લગ્ન મા 10 જોડા ઓ પરંપા્રિક રીતિ રિવાજ થી સાંસારિક જીવન ની શરૂઆત કરી.સમૂહ લગ્નમાં આદિવાસી રીત સાથે ટુર થાળી સાથે વરઘોડો નીકળીયો.આ પ્રસંગે નવસારી જિલ્લા મહિલા મોર્ચા પ્રમુખ સુમિત્રાબેન પટેલ, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, માજી તાલુકા સદસ્ય હર્ષિલભાઈ નાયક, સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ, પીચીભાઈ લબાના સહીત હાજરી આપી નવયુગલો ને આશીર્વાદ આપ્યા,સમૂહ લગ્ન મા દીકરીઓ ને કરિયાવર મા કબાટ, પલંગ, ચાંદી નુ મંગળસૂત્ર, ભાગવત ગીતા સહીત જીવનજરૂરી એવી 31 વસ્તુ ભેટ આપવામાં આવી,પ્રસંગ ને સફળ બનવવા મા સમાજ ના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, મંત્રી મનીષભાઈ પટેલ, સહમંત્રી સાગરભાઈ પટેલ, ખાચનચી અમિતભાઇ પટેલ, સહ ખાચનચી યોગેશભાઈ પટેલ, સલાહકાર હરીશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ,રજનીકાંત પટેલ,અમૃતભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ મનેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, પંકજભાઈ પટેલ,સંજયભાઈ કુકણા, જે એમ પટેલ સાહેબ, વિનુભાઈ પટેલ તથા કારોબારી સભ્યો ની ટીમે ભારે જહેમત ઉઠાવી.