વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે 2026સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તથા અત્રે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ જલ્દી સ્વસ્થ અને સાજા થઈ ઘરે પરત ફરે તેવા શુભ આશ્રયથી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડસ દ્વારા પાનમાં તમાકુ બીડી ગુટખાનો સઘનચેકિંગ કરી તે બહાર કઢાવી નાખવામાં આવે છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડની ટીમના રાઉન્ડ દરમિયાન હોસ્પિટલ ની અંદર જો કોઈપણ વ્યક્તિ તમાકુની વ્યસન કરતા માલુમ પડે તો તેઓની પાસેથી સરકારશ્રી ગાઈડલાઇન્સ અનુસાર દંડ વસૂલવામાં
JUNAGADH | By Akhand Bharat Team | Published:
હેલ્થ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે 2026સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તથા અત્રે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ જલ્દી સ્વસ્થ અને સાજા થઈ ઘરે પરત ફરે તેવા શુભ આશ્રયથી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડસ દ્વારા પાનમાં તમાકુ બીડી ગુટખાનો સઘનચેકિંગ કરી તે બહાર કઢાવી નાખવામાં આવે છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડની ટીમના રાઉન્ડ દરમિયાન હોસ્પિટલ ની અંદર જો કોઈપણ વ્યક્તિ તમાકુની વ્યસન કરતા માલુમ પડે તો તેઓની પાસેથી સરકારશ્રી ગાઈડલાઇન્સ અનુસાર દંડ વસૂલવામાં
વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે 2026સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તથા અત્રે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ જલ્દી સ્વસ્થ અને સાજા થઈ ઘરે પરત ફરે તેવા શુભ આશ્રયથી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડસ દ્વારા પાનમાં તમાકુ બીડી ગુટખાનો સઘનચેકિંગ કરી તે બહાર કઢાવી નાખવામાં આવે છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડની ટીમના રાઉન્ડ દરમિયાન હોસ્પિટલ ની અંદર જો કોઈપણ વ્યક્તિ તમાકુની વ્યસન કરતા માલુમ પડે તો તેઓની પાસેથી સરકારશ્રી ગાઈડલાઇન્સ અનુસાર દંડ વસૂલવામાં આવે છે આમ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વર્ષ 2025 માં કુલ ૨,૪૩,૧૦૦ રૂપિયા નો દંડ વસૂલ કરી સરકારશ્રીમાં જમા કરાવવામાં આવેલ છે તથા વર્ષ 2026 માં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ચાર માસનો કુલ ૮૧,૨૫૦ રૂપિયા દંડ વસૂલ કરી સરકાર શ્રી માં જમા કરાવવામાં આવેલ છે.સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કાર્યરત એડિક્શન ટ્રીટમેન્ટ ફેસીલીટી એટલે કે વ્યસન સારવાર સુવિધા કેન્દ્રમાં તમાકુ ને લગતી વ્યસન બાબતે જુલાઈ 2025 થી આજ દિન સુધીમાં કુલ 521 વ્યક્તિઓએ તમાકુ છોડવા માટે સંપર્ક કરેલ હતો જેમાંથી કુલ 194 વ્યક્તિઓ તમાકુના વ્યસનથી મુક્ત થયેલા હતા. વ્યસન સારવાર સુવિધા કેન્દ્રમાં ક્વોલિફાઇડ મનોચિકિત્સક ડોક્ટર તથા કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ, સાઇકો થેરાપી ઉપરાંત નિકોટીંન રિપ્લેસમેન્ટ થેરાપી તથા ફાર્મેકોથેરાપી દ્વારા તમાકુનું વ્યસન છોડાવવામાં આવે છે. વધુને વધુ લોકોને તમાકુનું વ્યસન છોડવા તથા તે માટે મદદની જરૂર પડ્યેથી વ્યસન સારવાર સુવિધા કેન્દ્રનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.*Civil Hospital જૂનાગઢના કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ (૭૦૨ અને ૮૦૨) ઓરલ કેન્સર (મોઢાના કેન્સર)ના દર્દીઓ માટે બન્યા આશીર્વાદરૂપ: એક જ વર્ષમાં ૭૮૭ દર્દીઓની સફળ સારવાર**વર્તમાન સમયમાં તમાકુ, ગુટખા અને ધુમ્રપાનના વધતા ચલણને કારણે મુખનું કેન્સર (Oral Cancer) અને ફેફસાનું કેન્સર (Lung Cancer) એક ગંભીર સ્વાસ્થ્ય પડકાર બની રહ્યા છે. આ કપરા સમયમાં, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કાર્યરત **વોર્ડ નં. ૭૦૨ અને ૮૦૨ (કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ)** સ્થાનિક અને આસપાસના સમગ્ર સોરઠ પંથકના દર્દીઓ માટે સાચા અર્થમાં સંજીવની સમાન સાબિત થયા છે.છેલ્લા એક વર્ષમાં (મે - ૨૦૨૫ થી એપ્રિલ - ૨૦૨૬ દરમિયાન) ડૉ. અજય પરમાર અને તેમની ટીમ દ્વારા અભૂતોપૂર્વ ક્લિનિકલ કામગીરી કરીને સેંકડો પરિવારોને કેન્સર સામે લડવાનું નવું બળ અને નવજીવન આપવામાં આવ્યું છે. * **નવા નોંધાયેલા કેન્સરના દર્દીઓ:** ૨૮૧ * **જૂના (નિયમિત ફોલો-અપ) દર્દીઓ:** ૫૦૬ * **કુલ સારવાર મેળવનાર દર્દીઓ:** ૭૮૭