ડાંગ જિલ્લામાં માલેગામ ટોલનાકા પાસે ટ્રીપલ એકસીડન્ટમાં કાર પણ ઝપટે ચડી ટ્રોલીના કુરચેકુરચા.કારમાં સવાર-(4)ચાર લોકો સહિત (5)પાંચને ઇજાઓ
DANG | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ડાંગ જિલ્લામાં માલેગામ ટોલનાકા પાસે ટ્રીપલ એકસીડન્ટમાં કાર પણ ઝપટે ચડી ટ્રોલીના કુરચેકુરચા.કારમાં સવાર-(4)ચાર લોકો સહિત (5)પાંચને ઇજાઓ
રિ..દાનવેલ પવાર..ડાંગ જિલ્લાના માલેગામ ટોલનાકા પાસે વહેલી સવારે એક ગંભીર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો પતરા ભરેલી એક બેકાબૂ ટ્રક.નંબર.MH.12.V.8917.પહેલા આગળ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને તેને દૂર સુધી ગઈ ઘસડી હતી ત્યારબાદ નિયંત્રણ ગુમાવેલી ટ્રક સામેથી આવી રહેલી એક કાર સાથે ધડકભેર અથડાઈ હતી આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રેક્ટર ચાલક બળવંત મનહર ઠાકરેને ગંભીર ઇજાઓ પહોંચતી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમની પ્રાથમિક સારવાર માટે સામગાહનની CHC હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે રોડ પર વાહનોનો કાટમાળ ફેલાઈ ગયો હતો જેના લીધે હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાય હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુર્વવત કરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે...સ્થાનિકોની સુરક્ષા અંગે માંગ... સ્થાનિક ગ્રામજનોના અનુસાર આ માર્ગ પર વધતા જતા વાહન વ્યવહારને કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં માહોલ ફેલાયો હતો સ્થાનિકોએ વહીવટ તંત્ર પાસે અહીં ટ્રાફિક નિયંત્રણ વધુ કડક બનાવવા અને માર્ગ સુરક્ષા માટે રાકીદે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. અખંડ ભારત.