વિરમગામ-અમદાવાદ હાઈવે પર મોડીરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
વિરમગામ-અમદાવાદ હાઈવે પર મોડીરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આસીકઅલી ગીલાણીવિરમગામ. પ્રાપ્ત માહિતી મુજબ સોકલી CNG પંપ સામે આઈશર ટ્રક પલટી મારી જતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.મોરબીથી અમદાવાદ તરફ ખાતર ભરેલો સામાન લઈ જઈ રહેલો ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અખંડ ભારત