ખુલ્લા મા નાખેલ કચરા ના કારણે ફાયર અને વીજ વિભાગ થયુ દોડતુ
NAVSARI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ખુલ્લા મા નાખેલ કચરા ના કારણે ફાયર અને વીજ વિભાગ થયુ દોડતુ
નવસારી વાડા ગામ મીંઢોળા પુલ નજીક આવેલ ખાલી મેદાન મા કોઇક અજાણ્યા ઇસમ દ્વારા કચરો નાખવામાં આવેલ જેમા આજે અંદાજે ૧૧:૦૦ વાગ્યે અચાનક આગ લાગતા ત્યા આવેલ ટ્રાન્સમીસન લાઈન ટાવર(હાય ટેન્સન વીજ પોલ)આગની ચપેટમા આવી જતા ભયનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડની ત્રણ થી ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો જેમા બે થી ત્રણ ક્લાક જેટલો સમય લાગ્યો વીજ પુરવઠા વિભાગ ને આ વાતની જાણ થતા પાવર સપ્લાય બંઘ કરી દેવામા આવી અને વીજ પુરવઠા વિભાગ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો.