વીરમગામ તિરંગા સર્કલ પાસે વીજ લાઈન સાથે ડમ્પર અથડાતા આગ ભભૂકી, ડ્રાઈવરનો આબાદ બચાવ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
વીરમગામ તિરંગા સર્કલ પાસે વીજ લાઈન સાથે ડમ્પર અથડાતા આગ ભભૂકી, ડ્રાઈવરનો આબાદ બચાવ
આસીકઅલી ગીલાણી વિરમગામ. વીરમગામ શહેરના તિરંગા સર્કલ નજીક મોડી રાતે એક ડમ્પર વીજ લાઈન સાથે અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડમ્પરનો ટ્રોલી ભાગ ઊંચો થતાં ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન સાથે સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે ડમ્પરમાંથી ચિંગારીઓ નીકળતાં આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું. સમયસૂચકતા દાખવી ડ્રાઈવરે વાહનમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.આ ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અખંડ ભારત