બાયડના ઝાંઝરીમાં રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓની કાર પર વિશાળ વૃક્ષ ધરાશાયીઝાંઝરી વોટરફોલ ખાતે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ નીકળ્યો; સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાર બહાર કાઢી
ARVALLI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બાયડના ઝાંઝરીમાં રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓની કાર પર વિશાળ વૃક્ષ ધરાશાયીઝાંઝરી વોટરફોલ ખાતે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ નીકળ્યો; સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાર બહાર કાઢી
બાયડના ઝાંઝરીમાં રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓની કાર પર વિશાળ વૃક્ષ ધરાશાયીઝાંઝરી વોટરફોલ ખાતે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ નીકળ્યો; સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાર બહાર કાઢીબાયડ,અરવલ્લી જિલ્લાના જાણીતા પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓ માટે રજાનો આનંદ ચિંતામાં ફેરવાયો હતો. અમદાવાદથી આવેલા સહેલાણીઓએ પોતાની કાર વૃક્ષ નીચે પાર્ક કરી હતી, તે દરમિયાન અચાનક જ આ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે દબાઈ જવાથી બે કારને ભારે નુકસાન થયું છે. જોકે, ઘટના સમયે કારમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. રવિવાર હોવાથી ઝાંઝરી ધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અમદાવાદથી આવેલ એક પરિવાર પોતાની 'સ્કોડા' કાર (GJ 27 EG 4133) અને અન્ય એક કાર વૃક્ષ નીચે પાર્ક કરીને કુદરતી સૌંદર્ય માણવા ગયા હતા. આ દરમિયાન અચાનક કડાકાભેર વૃક્ષ કાર પર પડ્યું હતું. વૃક્ષ એટલું વિશાળ હતું કે કારનો પાછળનો ભાગ અને છત સંપૂર્ણપણે દબાઈ ગયા હતા. ભારે જહેમત બાદ કાર ઉપરથી વૃક્ષને હટાવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.