*રાજપીપલા ના લાછરસ ગામે વાવાઝોડાથી મકાનની દિવાલ ધરાશાયી, 10 વર્ષની બાળકીનું મોત*
*નાંદોદ, નર્મદા* - ગઈ કાલે તા. 07-05-2026 ના રોજ રાત્રે 2:30 થી 3:00 વાગ્યાના અરસામાં લાછરસ ગામે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લાછરસ ગામે રહેતા હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ઘરમાં સૂતેલા 60 વર્ષીય હર્ષદભાઈ મથુરભાઈ પટેલ અને 10 વર્ષની
NARMADA | By Akhand Bharat Team | Published:
અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, લાછરસ ગામે રહેતા હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ઘરમાં સૂતેલા 60 વર્ષીય હર્ષદભાઈ મથુરભાઈ પટેલ અને 10 વર્ષની રિંકુબેન જીણેશભાઈ પટેલ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 10 વર્ષની માસૂમ બાળકી રિંકુબેન જીણેશભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું. હર્ષદભાઈની હાલ સારવાર ચાલી રહી છે.
આ ઘટનાના પગલે સમગ્ર લાછરસ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મામલતદાર નાંદોદ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ પંચનામું કરવામાં આવ્યું છે.