આસીકઅલી ગીલાણીવિરમગામ. વિરમગામ શહેરના ભૂતિયા જીન વિસ્તારમાં આવેલ એક ફર્નિચરના ગોડાઉનમાં બીજે માળ અચાનક રાત્રીનાસમયે લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગ લાગવાના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અખંડ ભારત