રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેશરગંજની બે દિવસીય મુલાકાત: પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામોત્થાનનો આપશે પ્રેરક સંદેશકેશરગંજમાં ખેડૂતના ઘરે રાત્રિભોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ અને પ્રાકૃતિક ખેતી મહાસભાને કરશે સંબોધન
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
કૃષિ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેશરગંજની બે દિવસીય મુલાકાત: પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામોત્થાનનો આપશે પ્રેરક સંદેશકેશરગંજમાં ખેડૂતના ઘરે રાત્રિભોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ અને પ્રાકૃતિક ખેતી મહાસભાને કરશે સંબોધન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેશરગંજની બે દિવસીય મુલાકાત: પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામોત્થાનનો આપશે પ્રેરક સંદેશકેશરગંજમાં ખેડૂતના ઘરે રાત્રિભોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ અને પ્રાકૃતિક ખેતી મહાસભાને કરશે સંબોધનહિંમતનગર, તા. ૩૧ મે, ૨૦૨૬ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આગામી તા. ૧ અને ૨ જૂન, ૨૦૨૬ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધશે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે તેમજ ગ્રામોત્થાન અને સ્વચ્છતાનો સંદેશ આપશે.મુલાકાતના પ્રથમ દિવસે તા. ૧ જૂને સાંજે કેશરગંજ ખાતે રાજ્યપાલશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત કેશરગંજ ગૌચર ખાતે વૃક્ષારોપણ કરશે. ગામના મુખ્ય ચોક ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગ્રામજનોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપશે.સાદગી અને ગ્રામજીવન પ્રત્યેની આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલશ્રી ગામના એક સ્થાનિક ખેડૂતના નિવાસસ્થાને રાત્રિભોજન લેશે. ત્યારબાદ કેશરગંજ સમાજવાડી ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી પ્રત્યક્ષ લોકસંવાદ કરશે. રાજ્યપાલશ્રીનો રાત્રિ મુકામ પણ કેશરગંજની સ્થાનિક પ્રાથમિક શાળામાં રહેશે.તા. ૨ જૂને સવારે રાજ્યપાલશ્રી સમાજવાડી ખાતે યોગ અને વ્યાયામ કાર્યક્રમમાં ભાગ લઈ દિવસની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ સ્થાનિક પશુપાલકના ઘરે જઈ સ્વહસ્તે ગો-દોહન કરી ભારતીય સંસ્કૃતિ અને પશુપાલનના મહત્વનો સંદેશ આપશે. ઉપરાંત, એક પ્રગતિશીલ ખેડૂતના આદર્શ મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીની વિવિધ પદ્ધતિઓનું નિરીક્ષણ કરશે તેમજ ખેતરમાં હળ જોતવા જેવી કૃષિ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે.રાજ્યપાલશ્રીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરવાનો, કૃષિ ક્ષેત્રે નવીનતા અને પરંપરાગત જ્ઞાનના સમન્વયને પ્રોત્સાહન આપવાનો તેમજ ગ્રામ્ય વિકાસના મોડેલને મજબૂત બનાવવાનો છે.મુલાકાતના અંતિમ તબક્કામાં રાજ્યપાલશ્રી વડાલી ખાતે સંત માતૃશ્રી કુંવરબા વિદ્યાસંકુલ અને સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રાકૃતિક ખેતી મહાસભા’માં ઉપસ્થિત રહેશે. સવારે ૯:૩૦ કલાકે યોજાનારી આ મહાસભામાં તેઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ્સનું નિરીક્ષણ કરશે અને રાજ્યભરના ખેડૂતોને માર્ગદર્શન આપશે.આ પ્રસંગે રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીના આર્થિક, પર્યાવરણીય અને આરોગ્યલક્ષી લાભો અંગે સંબોધન કરી વધુમાં વધુ ખેડૂતોને ઝેરમુક્ત અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપશે.