
મનોરંજન
શ્રી ગિરિરાજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ બોટાદ દ્વારા બાળકો માટે 'જ્ઞાન સાથે ગમ્મત' શિબિરનું સુંદર આયોજન
શ્રી ગિરિરાજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ બોટાદ દ્વારા બાળકો માટે 'જ્ઞાન સાથે ગમ્મત' શિબિરનું સુંદર આયોજન
પારેખ હિતેષભાઈ,ઉનાળુ વેકેશનના સમયનો સદુપયોગ થાય અને બાળકોમાં નાનપણથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા આશયથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસાગર મ.સા.ની પાવન અને શુભનિશ્રામાં શ્રી ગિરિરાજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા આજરોજ સકળ સંઘના બાળકો અને બાળિકાઓ માટે એક વિશેષ 'બાળ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોને ધર્મના જ્ઞાનની સાથે સાથે ગમ્મત અને આનંદ મળે તે રીતે આ શિબિરની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.આ શિબિર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક સુધી રૂચકગીરી આરાધના ધામ, ગિરિરાજ સોસાયટી ખાતે રાખવામાં આવી હતી.શિબિરમાં પધારેલ સર્વે બાળકો માટે કાર્યક્રમ બાદ અલ્પાહારની સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
BOTAD























