*શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા સમાજના ઉમેદવારો દીપલબેન સોની(મોડાસા),વૈદેહીબેન સોની (હિંમતનગર)ના સન્માન તથા મોડાસાની ભારત વિકાસ પરિષદ શાખાના નવીન વરાયેલા પ્રમુખ ગૌરાંગભાઈ સોની માટે મોડાસા સ્થિત સમાજભવન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો*.*આ પ્રસંગે મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ, મંત્રી,ખજાનચી સહિત હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોનું શાલ ઓઢાવી, પુષ્પહાર પહેરાવી અને અભિનંદન પાઠવી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.આ સન્માન કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બને તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી*.રિપોર્ટર મયંકકુમાર સોની મોડાસા 9898245145