સાઠંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી મળેલું ડોક્યુમેન્ટ સાથેનું પર્સ હોમગાર્ડ જવાનોએ મુળ માલિકને શોધી પરત કર્યુબાયડ તા.14સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં હોમગાર્ડ જવાનો રાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે ફરજ બજાવતા હોય છે.સાઠંબા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને રસ્તામાંથી એક પાકીટ મળ્યું હતું. જે પાકીટ બાબતે હોમગાર્ડ જવાનોએ તેમના કમાન્ડર જયદીપ પટેલને વાત કરતાં સૌએ સાથે મળી પાકીટમાં જોતાં ડોક્યુમેન્ટ હતા. ડોક્યુમેન્ટ પરથી મૂળ માલિક શામળાજી તરફના હોવાની ખાત્રી થતાં શામળાજી હોમગાર્ડ યુનિટનો સંપર્ક કરી મુળ માલિકનો કોન્ટેક્ટ નંબર શોધી સાઠંબા વિસ્તારમાં જ ફરજ બજાવતા શામળાજીના ડાહ્યાભાઈ નીનામાનો સંપર્ક કરી તેમને સાઠંબા યુનિટ ખાતે બોલાવીને તેમના કીમતી દસ્તાવેજો ભરેલુ પર્સ પરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.