પલસાણા તાલુકાના ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ 'વરેલી ક્રિકેટ ક્લબ' દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન (સીઝન-3) નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહીયાવંશી સમાજના યુવાનોમાં ખેલદિલી વધે અને સામાજિક એકતા મજબૂત થાય તેવા ઉમદા હેતુ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની મુખ્ય વિશેષતાઓ એ હતી કે આઈપીએલ જેવો રોમાંચ હતો આ ટુર્નામેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું માળખું આઈપીએલ (IPL) જેવું રાખવામાં આવ્યું છે. અહીં ખેલાડીઓની પસંદગી 'ઓક્શન' (હરાજી) પદ્ધતિથી કરવામાં આવી છે. પલસાણા તાલુકામાંથી કુલ 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ તમામ મેચો પલસાણા તાલુકાના ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આમ છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ અને આ ત્રીજી સીઝન છે. આ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય માહ્યાવંશી સમાજના તમામ યુવાનોને એક મંચ પર લાવવાનો અને સમાજનું નામ રોશન કરવાનો છે. ઓક્શન પદ્ધતિને કારણે અલગ-અલગ ગામના ખેલાડીઓ એક જ ટીમમાં રમે છે, જેનાથી ભાઈચારો અને સંપ વધે છે." આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ઝીવા ઈલેવન વરેલી અને ટીવસા ઈલેવન દસ્તાન વચ્ચે ફાઇનલ મેચ હતી તેમાં ટીવસા ઈલેવનનો વિજય થયો હતો. મેચના અંતે વિજેતા ટીમોને રોક્કડ ઈનામો ટ્રોફી અને શિલ્ડ હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ પ્રિયાંક રાઠોડ અને મેન ઓફ ધ સિરીઝ તકસીલ તુડીવાલા રહ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ સમાજના અગ્રણીઓ અને યુવાનોનો આભાર માનતા જણાવ્યું હતું કે, સમગ્ર મહીયાવંશી સમાજ તરફથી આ ટુર્નામેન્ટને અભૂતપૂર્વ સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ટુર્નામેન્ટને જોવા માટે સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને મેદાન પર ખેલાડીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.