આસીકઅલી ગીલાણી. અમદાવાદ ગ્રામ્ય ના વિઠલાપુર મુકામે શ્રી ક્ષેમકલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ 15 ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી અને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.ગત વર્ષના વાયદા અનુસાર ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના એક મહિનાના પગાર રૂપિયા 1,11,000 આ સમૂહ લગ્નોત્સવમાં સહાયરૂપે અર્પણ કર્યા હતા, જે પ્રસંગે સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 15 ગામ સોલંકી રાજપૂત સમાજના સામાજિક, શૈક્ષણિક અને વિકાસ કાર્યો માટે તેઓ હંમેશા પ્રતિબદ્ધ રહેશે. સમાજના સર્વાંગી વિકાસ માટે સતત સહકાર આપવાની તેમણે ખાતરી આપી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના એકજૂટ વિકાસ માટે રાજપૂત સમાજનું યોગદાન અમૂલ્ય છે અને તેને ભૂલવું શક્ય નથી. તાજેતરમાં વિઠલાપુર ચાર રસ્તા ખાતે વિર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, તેમજ હવે દેત્રોજ ગામે ગાયોનું રક્ષણ કરનાર વિર વછરાજ દાદાની પ્રતિમાનું અનાવરણ કરવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે.આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. અખંડ ભારત