વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અપરાધ
વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
આસીકઅલી ગીલાણીવિરમગામ. વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના અલીગઢ પાસે નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતા હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલ્તાફ અકબરભાઈ કુરેશી, વિશાલ કરસનજી રાવતાણી અને એજાજ નસીબખાન ભિશ્તી (તમામ રહે. વિરમગામ)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,840 સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અખંડ ભારત