વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારશ્રીને રજૂઆત તથા આવેદનપત્ર પાઠવવામા આવ્યુ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
ટેક
વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારશ્રીને રજૂઆત તથા આવેદનપત્ર પાઠવવામા આવ્યુ
આસીકઅલી ગીલાણી વિરમગામ. વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ આજે મામલતદાર કચેરી ખાતે હાજર રહી શિક્ષકોને લગતા બીએલઓ કામગીરીના ઓર્ડરો અંગે રજૂઆત કરી હતી.રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે શિક્ષકો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન બીએલઓ કામગીરી, સર્વે કામગીરી તેમજ સહિતની વિવિધ કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં આવી છે. તેમ છતાં વર્ષ 2026 માટે વિકલાંગ શિક્ષકો સહિત કેટલાક શિક્ષકોને ફરીથી બીએલઓ કામગીરી માટે ઓર્ડરો કરવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.શિક્ષક સંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે વેકેશન દરમિયાન અનેક શિક્ષકોએ પોતાના પરિવાર સાથે બહાર જવાની તેમજ અન્ય વ્યક્તિગત આયોજનની વ્યવસ્થા કરી રાખી છે. તેથી જે શિક્ષકો કામગીરી કરવા માટે તૈયાર હોય અને જેમને અનુકૂળતા હોય એવા શિક્ષકોને જ મંતવ્ય જાણી પસંદ કરી કામગીરી સોંપવામાં આવે તો તે વધુ યોગ્ય ગણાશે.આ સાથે સંઘ દ્વારા મામલતદારશ્રીને વિનંતી કરવામાં આવી હતી કે લગભગ પંદરથી વધુ શિક્ષકો દ્વારા કામગીરી ન કરવા બાબતે આપવામાં આવેલી અરજીઓને ધ્યાને લઈ હાલના બીએલઓ ઓર્ડરો રદ કરવામાં આવે અને શિક્ષકોને યોગ્ય રાહત આપવામાં આવે.અંતમાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આ રજૂઆત પર યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી હતી. અખંડ ભારત