વાસણા (જ) સબ સેન્ટર ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ૧૦૦ દિવસીય X-Ray કેમ્પ યોજાયો.
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
વાસણા (જ) સબ સેન્ટર ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ૧૦૦ દિવસીય X-Ray કેમ્પ યોજાયો.
હર્ષદકુમાર ચૌધરી વાસણા જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા :- વાસણા (જ) સબ સેન્ટર ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ૧૦૦ દિવસીય X-Ray કેમ્પ યોજાયો: ૧૦૪ લોકોનું પરીક્ષણપાલનપુર: માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મહેશ કાપડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દીપક અનાવાડિયાના માર્ગદર્શન હેઠળ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રા.આ.કે.), સાગ્રોસના પ્લાનિંગ મુજબ વાસણા (જ) સબ સેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૦૦ દિવસીય વિશેષ X-Ray કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડૉ. મીતાબેન કઠેરિયા અને PHC સુપરવાઇઝર પંકજભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો.કેમ્પની મુખ્ય વિગતો અને આંકડાકીય માહિતી:આ કેમ્પનો મુખ્ય હેતુ વહેલી તકે ટીબીના શંકાસ્પદ કેસો શોધી કાઢી તેમને યોગ્ય સારવાર આપવાનો છે, જેથી દેશને ટીબી મુક્ત બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. કેમ્પ દરમિયાન થયેલી કામગીરીના આંકડા નીચે મુજબ છે:કેમ્પ દરમિયાન કુલ 104 જેમાં પુરુષ 41 અને સ્ત્રી 63 વ્યક્તિઓના એકસરે કરવામાં આવ્યા જેમાંથી 16 વ્યક્તિઓના એકસરે માં અસામાન્ય (abnormal) જોવા મળ્યા હતા a તમામના શંકાસ્પદ દર્દીઓ ન ટ્રુનાટ પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.મહત્વની કામગીરી: જે ૧૬ વ્યક્તિઓના એક્સ-રે રિપોર્ટ અસામાન્ય (Abnormal) જણાયા છે, તે તમામ શંકાસ્પદ દર્દીઓના સચોટ નિદાન માટે સ્થળ પર જ ટ્રુનાટ (TrueNat) પરીક્ષણ અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છે.ટીમ વર્કથી કેમ્પ બન્યો સફળ:આ આખીય કામગીરીને સફળ બનાવવા માટે જિલ્લામાંથી ખાસ પધારેલા X-Ray ટેક્નિશિયન અનિલભાઈ તેમજ સ્થાનિક આરોગ્ય ટીમનો મોટો સહયોગ રહ્યો હતો. કેમ્પને સફળ બનાવવામાં નીચેના કર્મચારીઓએ પ્રશંસનીય ફરજ બજાવી હતી:CHO (કાણોદર ૦૨): સબીબભાઈ લોઢાMPHW (કાણોદર ૦૨): વસંતભાઈ સાણોદરીયાMPHW (ભાગળ-જ): મેહુલભાઈ સોલંકીPHC વોર્ડ બોય: મુકેશભાઈ પરમારઆશા ફેસિલિટેટર: મરજીયાબેનઆશા બહેનો: વિનુબેન પરમાર, રીંકલબેન પાતાની, અને મદીનાબેન શેલિયાઆરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય અને લોકઉપયોગી કામગીરી બદલ વાસણા (જ) સબ સેન્ટર વતી કેમ્પમાં સહયોગ આપનાર તમામ અધિકારીશ્રીઓ, ટેક્નિશિયન અને આશા બહેનો સહિતના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.