???? વાંસદા ખાતે કરાટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો ????નિહોન સોટાકાન કરાટે એસોસિએશન ડાંગ વતી પ્રાથમિક શાળા પીપલખેડ, વાંસદા ખાતે કરાટે ટ્રેનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કેમ્પમાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકા અને ગામડાઓમાંથી બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કેમ્પમાં અંદાજે 60 જેટલા બાળકોએ ભાગ લઈને કરાટેની વિવિધ તાલીમ મેળવી હતી.આ સમગ્ર આયોજન સિનિયર કોચ સેન્સાઈ વિજયભાઈના માર્ગદર્શન હેઠળ તથા પ્રમુખ સેન્સાઈ મિનેશભાઈ અને જનરલ સેક્રેટરી ગોરાગભાઈના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સેન્સાઈ મનોજભાઈનો મહત્વપૂર્ણ અને અહમ ફાળો રહ્યો હતો.કેમ્પ દરમિયાન બાળકોને આત્મરક્ષા, શિસ્ત, ફિટનેસ અને કરાટેની વિવિધ ટેકનિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. (Nihon Shotokan Karate Do Shuugoukai Japan) માં General Secretary તથા Board of Directors તરીકે સેવા આપતા અમારા સૌના ગુરુ Hanshi Kalpesh Khatri સાહેબનો કરાટે ક્ષેત્રમાં અહમ્ ફાળો રહ્યો છે, જેમના માર્ગદર્શન હેઠળ અનેક ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી રહ્યા છે.