ઉંબરગામ ખાતે આવેલ ભગીની સમાજ ના સભ્યના માતૃશ્રીનું નેત્રદાન
VALSAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ઉંબરગામ ખાતે આવેલ ભગીની સમાજ ના સભ્યના માતૃશ્રીનું નેત્રદાન
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલ સંસ્થા ભગિની સમાજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છેતેઓ સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે.જેમાની એક છે નેત્રદાન. ભગિની સમાજના સભ્ય શ્રીમતી લીનાબેન ના માતૃશ્રી કુસુમબેન જી શાહ ગત તારીખ 26 મે ના રોજ 84 વર્ષની ઉંમરે નશ્વર દેહ નો ત્યાગ કરી શ્રી ચરણ પામ્યા. તેમને નેત્રદાન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.જેનો સહિયારો યશ જીજ્ઞાબેન,લીનાબેન તથા પરિવારના સભ્યો ના ફાળે જાય છે.આ સાથે સંસ્થાએ અત્યાર સુધીમાં 30 નેત્રદાન કરેલ છે.