થાનગઢ BSPના નવા ઉપપ્રમુખ તરીકે એડવોકેટ દિનેશ પરમારની વરણી : જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશ સોલંકીની ઉપસ્થિતિમાં નિમણૂક કરાઈ
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
થાનગઢ BSPના નવા ઉપપ્રમુખ તરીકે એડવોકેટ દિનેશ પરમારની વરણી : જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશ સોલંકીની ઉપસ્થિતિમાં નિમણૂક કરાઈ
થાનગઢ શહેર બહુજન સમાજ પાર્ટી (BSP) ના ઉપપ્રમુખ તરીકે શહેરના જાણીતા એડવોકેટ દિનેશભાઈ ઉર્ફે દિલુભાઈ નાથાભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકથી સ્થાનિક રાજકારણમાં ગતિશીલતા આવી છે.આ નિમણૂક અંગે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ એડવોકેટ રાજેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ નવનિયુક્ત ઉપપ્રમુખ દિનેશભાઈ પરમારને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એડવોકેટ દિનેશભાઈ પરમારની વરણીથી સ્થાનિક સ્તરે બહુજન સમાજ પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં પક્ષના કાર્યોને નવી ગતિ મળશે.આ નિમણૂકને પગલે થાનગઢના રાજકીય તેમજ સામાજિક વર્તુળો તરફથી પણ તેમને શુભેચ્છાઓ મળી રહી છે.