સુરત જિલ્લાના અંબિકા તાલુકાના આંગલધરા ગામે આંગલધરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની લી. ની ફિક્સ ડિપોઝિટ તૉડી 70 લાખ બારોબાર ટ્રાન્સફર કર્યા નો આક્ષેપ..
SURAT | By Akhand Bharat Team | Published:
અપરાધ
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના આંગલધરા ગામે આંગલધરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની લી. ની ફિક્સ ડિપોઝિટ તૉડી 70 લાખ બારોબાર ટ્રાન્સફર કર્યા નો આક્ષેપ..
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના આંગલધરા ગામે આંગલધરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની લી. ની ફિક્સ ડિપોઝિટ તૉડી 70 લાખ બારોબાર ટ્રાન્સફર કર્યા નો આક્ષેપ.. પ્રાપ્ત માહિતી અનુસાર જાગૃત સભાસદ શ્રી દિનેશભાઈ જગુભાઈ પટેલ દ્વારા જિલ્લા રજીસ્ટર ને લેખિત ફરિયાદ કરી આંગલધરા ડેરીના સભાસદોને આર્થિક હિતોને નુકસાન પહોંચવાના કાવતરા બદલ ડેરીના પ્રમુખ અમરત ભાઈ દેવજીભાઈ પટેલ મંત્રી અને કમિટી સભ્યોને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી વ્યાજ સહિતની રકમ વસૂલ કરવા માટે જિલ્લા રજીસ્ટરને લેખિતમાં દિનેશભાઈ જગુભાઈ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે આંગલધરા મંડળીના સભાસદોના બેન્કમાં મુકેલા નાણા કુલ રૂપિયા 4,12,50,000/, માંથી 70 લાખ ની ફિક્સ ડિપોઝિટ મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને તોડી નાખવામાં આવી હતી. આંગલધરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ની ફિક્સ ડિપોઝિટ રસીદ નંબર 401004249675 વાળી. 2.65.32.344 રૂપિયાની એફડી તારીખ19/05/2026 ના રોજ તોડી તેમાંથી 70 લાખ રૂપિયા19/05/2026 ના રોજ જ મહુવા પ્રદેશ ઘાસચારા ઉત્પાદક સહકારી મંડળી આપ્યા હતા. અને આ જ રકમ 19 તારીખના રોજ વ્યારા સુગરને ટ્રાન્સફર કરી આપી હતી. આ તમામ વહીવટ સભાસદોની જાણ બહાર થયો હોવાનો જાગૃત સભાસદ શ્રી દિનેશભાઈ જગુભાઈ પટેલ દ્વારા લેખિત આક્ષેપ કરી જિલ્લા રજીસ્ટર સાહેબને તપાસ ની માંગણી કરી છે.