સંતરામપુર ઈદગાહ ખાતે ઈદ ઉલ અદહા (બકરી ઈદ)ની સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી..
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
સંતરામપુર ઈદગાહ ખાતે ઈદ ઉલ અદહા (બકરી ઈદ)ની સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી..
સંતરામપુર ખાતે ઈદ ઉલ અદહા (બકરી ઈદ)ના પાવન તહેવારની સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.સંતરામપુર શહેરના ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા અને ખાસ બે રકાત નમાજ અદા કરી દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે દુવાઓ માંગી હતી. ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી.તહેવાર દરમિયાન સંતરામપુર શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સંતરામપુર તથા મહીસાગર પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ ઈદગાહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ ખડે પગે રહી સતત પેટ્રોલિંગ કરી પોતાની સેવાઓ આપી તહેવારને સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.આ અવસરે સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા સમાજજનોએ પોલીસ વિભાગ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સંતરામપુર શહેરના તમામ નાગરિકોને ઈદ ઉલ અદહા (બકરી ઈદ)ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો.