સમીના બાદરગંજ ગામના યુવાને સમાજમાં ચીલો ચાતર્યો : બંધારણ મુજબ એક લાખ અગિયાર હજારનું મામેરુ ભરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
PATAN | By Akhand Bharat Team | Published:
તહેવાર
સમીના બાદરગંજ ગામના યુવાને સમાજમાં ચીલો ચાતર્યો : બંધારણ મુજબ એક લાખ અગિયાર હજારનું મામેરુ ભરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
આજના સમયમાં જ્યારે સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ખર્ચાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સમી તાલુકાના બાદરગંજ ગામના જાગૃત બંને ભાઈઓ સમાજના નવતર બંધારણનો અમલ કરી સમગ્ર પંથકમાં પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજના બંધારણને માન આપી બાદરગંજ ગામના રહેવાસી ઠાકોર દિનેશજી લાધુજી અને ઠાકોર નસાજી લાધુજીએ પોતાના ઘરે આયોજિત પ્રસંગમાં ઠાકોર સમાજના સુધારાવાદી બંધારણને શિરોમાન્ય રાખ્યું હતું. તેમને સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ એક લાખ અગિયાર હજારનું મામેરુ ભરીને એક નવી રાહ ચીંધી છે. સામાન્ય રીતે સામાજિક પ્રસંગોમાં શક્તિ બહારના ખર્ચાઓના કારણે મધ્યમ વર્ગ દેવાના બોજ હેઠળ દબાતો હોય છે. દિનેશજી અને નસાજીએ સમાજના બંધારણના નીતિ નિયમોનું પાલન કરીને એ સાબિત કરી દીધું છે કે જો સમાજ સંગઠિત થઈને નિયમોનું પાલન કરે તો આર્થિક ભારણ ઘટાડી શકાય છે અને સાચા અર્થમાં સમાજની ઉન્નતિ થઈ શકે છે. ઠાકોર દિનેશજી લાધુજીના આ પ્રેરણાદાયી પગલાં ને પગલે બાદરગંજ સહિત સમગ્ર સમી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ તેમને બિરદાવ્યા છે. રિપોર્ટર:-દશરથ ઠાકોર