શ્રી અડા આઠમ પંચાલ મંડળ અમદાવાદ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ શરૂ કરાયું
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શ્રી અડા આઠમ પંચાલ મંડળ અમદાવાદ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ શરૂ કરાયું
શૈલેષ પંચાલ - શ્રી અડા આઠમ પંચાલ મંડળ પંચાલ વાડી,અમદાવાદ દ્વારા તારીખ : 31 મે 2026 ના રોજ દર વર્ષની જેમ આ વર્ષ પણ ચોપડા વિતરણ ચાલુ કરેલ છે. જે ચોપડા પંચાલ સમાજના વિદ્યાર્થીઓને 100 રૂપિયાના 1 ડઝન આપવામાં આવે છે. જેમાં મોડાસા, શામળાજી, નરોડા, હિંમતનગર, ઇસરી બારાના તમામ ગામે થી પણ ચોપડા વિતરણ ચાલુ કરેલ છે. જેમાં પ્રમુખ શ્રી સતીશભાઈ મણીલાલ પંચાલ ખેરાડી, માજી પ્રમુખ શ્રી ગણપતભાઈ પંચાલ સરડોઈ, શિક્ષણના વહીવટી ગિરીશભાઈ પંચાલ તરકવાડા, શ્રી અજયભાઇ પંચાલ લિંભોઇ તથા કારોબારી સભ્યોની હાજરીમાં સવારે ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે. આ રાહત દરે મળતા ચોપડાથી વાલીઓને ગણો ફાયદો થતો હોવાથી સમાજના આ ઉમદા કામને સૌ આવકારે છે