સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાન યોજાયું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાબરકાંઠામાં જનજાગૃતિ, રેલી અને આરોગ્ય તપાસ કાર્યક્રમો યોજાયા
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાન યોજાયું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાબરકાંઠામાં જનજાગૃતિ, રેલી અને આરોગ્ય તપાસ કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાન યોજાયુંલેખનહિંમતનગર, તા. 31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે "વ્યસન છોડો, જીવન જોડો"ના પ્રેરણાદાયી સંદેશ સાથે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સબ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજી લોકોને તમાકુ અને અન્ય જીવલેણ વ્યસનોથી થતા શારીરિક તેમજ આર્થિક નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લાભરમાં આયોજિત આ વિશેષ અભિયાન દરમિયાન ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, જનજાગૃતિ રેલીઓ, પ્રદર્શનો, સમૂહ ચર્ચાઓ, શૈક્ષણિક પ્રવચનો તેમજ વ્યસનમુક્ત જીવનના શપથ જેવા વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો દ્વારા બાળકો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો સુધી વ્યસનમુક્તિનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો. અનેક શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ તમાકુ વિરોધી સંદેશા સાથેની સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી સમાજમાં વ્યસનમુક્તિ માટે સકારાત્મક વાતાવરણ નિર્માણ કર્યું હતું.અભિયાનના ભાગરૂપે બળવંતપુરા ખાતે જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યસનમુક્તિ અંગે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ટીબી સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો તેમજ જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત હાથ ધરાયેલી સ્ક્રીનિંગ કામગીરી દરમિયાન પણ નાગરિકોને તમાકુ અને તેની વિવિધ બનાવટોના સેવનથી થતા ગંભીર આરોગ્યલક્ષી દૂષ્પ્રભાવો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે લોકોને જાગૃત કર્યા હતા કે તમાકુનું સેવન માત્ર કેન્સર જ નહીં પરંતુ હૃદયરોગ, ફેફસાના ગંભીર રોગો, સ્ટ્રોક, ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર) સહિત અનેક જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ બની શકે છે.આ ઉપરાંત જિલ્લાના 284 આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે સમગ્ર માસ દરમિયાન કુલ 48,497 નાગરિકોનું સઘન આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બિનચેપી બીમારીઓની વહેલી ઓળખ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ નાગરિકોને તમાકુ છોડવાના આરોગ્યલક્ષી લાભો તથા વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે કાઉન્સેલિંગ પણ આપવામાં આવ્યું હતું.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ અભિયાનને લોકસમર્થન મળતાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ વધારવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું છે.