નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહજી ગોહીલ સાહેબ, હિંમતનગર-સાબરકાંઠા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફૂલદીપભાઈ નાયી સાહેબ, ખેડબ્રહ્મા વિભાગના માર્ગદર્શન હેઠળ ચિઠોડા પોલીસ સ્ટેશનની ટીમે “રાયોટિંગ વિથ મર્ડર” જેવા ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ડી. તરાલ સાહેબ દ્વારા ગુના નંબર ૧૧૨૦૯૦૫૭૨૬૦૨૨૪ મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૦૩(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૨૪(૪) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૯ મેના રોજ સાંજના સમયે ગાડીવાંકડા ગામે આશરે ૧૨ જેટલા લોકોએ એકસંપ થઈ મનુભાઈ રામજીભાઈ ડામોરની પત્ની કમળાબેનને “ડાકણ” હોવાનો વહેમ રાખી તેમના પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મનુભાઈ તથા તેમના દીકરાઓ વચ્ચે પડતાં તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ એકસંપ થઈ સાહેદ જીતેન્દ્રભાઈ મનુભાઈ ડામોર, સતીષભાઈ મનુભાઈ ડામોર તથા મનુભાઈ રામજીભાઈ ડામોરના ઘરે જઈ કમળાબેનને ડાકણ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી હતી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચિઠોડા પોલીસ સ્ટેશનની ટીમે વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલ આરોપીઓના નામ• વાલજીભાઈ સળુજી ડામોર• જીગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર• રોહીતભાઈ કાન્તીભાઈ ડામોર• જીવાજી સળુજી ડામોર• નગજીભાઈ સળુજી ડામોર• હીરાજી સળુજી ડામોર• વિજયભાઈ હિરાજી ડામોર• કાન્તીભાઈ સળુજી ડામોર• સંગીતાબેન નગજીભાઈ ડામોર• અરૂણાબેન વાલજીભાઈ ડામોર• શારદાબેન કાન્તીભાઈ ડામોરઆ તમામ આરોપીઓ રહે. ગામ ગાડીવાંકડા, તા. વિજયનગર, જી. સાબરકાંઠા.ચિઠોડા પોલીસ સ્ટેશનની ટીમે ગંભીર પ્રકારના ગુનાનો ઝડપી પર્દાફાશ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.