પ્રજાપતિ સમાજ યુવક મંડળ તરસાડી કોસંબા દ્વારા સીઝન –૨ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મેચમાં અંબિકા ઇલેવન ની જીત
SURAT | By Akhand Bharat Team | Published:
રમતજગત
પ્રજાપતિ સમાજ યુવક મંડળ તરસાડી કોસંબા દ્વારા સીઝન –૨ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મેચમાં અંબિકા ઇલેવન ની જીત
પ્રજાપતિ સમાજ તરસાડી કોસંબા દ્વારા રાણા ફાર્મ પંડવાઈ સુગર રોડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .પ્રજાપતિ સમાજના યુવાનોમાં ખેલદિલી વધે અને સામાજિક એકતા મજબૂત થાય તેવા ઊંડા હેતુ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ છ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો . ફાઇનલ મેચ અંબિકા ઇલેવન vs શ્રીજી ઇલેવન વચ્ચે રમાય હતી જેમાં અંબિકા ઇલેવન ની 12 રને વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ ના સમાપન સમારોહ માં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશભાઈ લાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરસાડી નગરના ડૉ.પ્રફુલભાઈ મિસ્ત્રી નરેન્દ્રભાઈ મિસ્ત્રી, ભગવતી ભાઈ પ્રજાપતિ,ધી કોસંબા મર્કેન્ટાઇલ બેંક ના ચેરમેન ભરતસિંહ ગોહિલ તેમજ ડિરેક્ટરશ્રીઓ , સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.