તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાટી બંધારા ગામે ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કિશોરી વિકાસ પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસીય આ પ્રશિક્ષણ વર્ગ માં દૂર દૂરથી ગામોમાંથી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સાંસ્કૃતિક શિક્ષણ શૈક્ષણિક માર્ગદર્શન જીવન કૌશલ્ય આરોગ્ય અને સ્વચ્છતા વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય કાર્યકર્તા રાજુભાઈ વસાવા સજીતાબેન તેમજ અરુણાબેન તેમજ યોગેશભાઈ અને આજુબાજુના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 150 થી 200 બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જગદીશ વસાવા