*નર્મદા જિલ્લામાં પેટ્રોલ-ડિઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટીતંત્રની જાહેર અપીલ*------*જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા પેટ્રોલપંપ સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ*--------*નાગરિકોને બિનજરૂરી ભીડ, ગભરાટ અને ઈંધણનો સંગ્રહ ટાળવા અનુરોધ*-------રાજપીપળા, મંગળવાર :- સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલ અંગે થઈ રહેલી અફવાઓના કારણે નાગરિકોમાં ગેરસમજ અને અનાવશ્યક ગભરાટનું વાતાવરણ ઊભું થતું હોવાનું ધ્યાનમાં આવતા જિલ્લા વહીવટીતંત્ર
NARMADA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
*નર્મદા જિલ્લામાં પેટ્રોલ-ડિઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટીતંત્રની જાહેર અપીલ*------*જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા પેટ્રોલપંપ સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ*--------*નાગરિકોને બિનજરૂરી ભીડ, ગભરાટ અને ઈંધણનો સંગ્રહ ટાળવા અનુરોધ*-------રાજપીપળા, મંગળવાર :- સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલ અંગે થઈ રહેલી અફવાઓના કારણે નાગરિકોમાં ગેરસમજ અને અનાવશ્યક ગભરાટનું વાતાવરણ ઊભું થતું હોવાનું ધ્યાનમાં આવતા જિલ્લા વહીવટીતંત્ર
*નર્મદા જિલ્લામાં પેટ્રોલ-ડિઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટીતંત્રની જાહેર અપીલ*------*જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા પેટ્રોલપંપ સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ*--------*નાગરિકોને બિનજરૂરી ભીડ, ગભરાટ અને ઈંધણનો સંગ્રહ ટાળવા અનુરોધ*-------રાજપીપળા, મંગળવાર :- સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલ અંગે થઈ રહેલી અફવાઓના કારણે નાગરિકોમાં ગેરસમજ અને અનાવશ્યક ગભરાટનું વાતાવરણ ઊભું થતું હોવાનું ધ્યાનમાં આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વી.બી.દરજીની અધ્યક્ષતામાં જિલ્લાના પેટ્રોલ-ડિઝલ વિક્રેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યુ કે, તેઓશ્રી દ્વારા IOCL, HPCL, BPCL તથા નાયરા કંપનીનાના સેલ્સ એરીયા મેનેજરશ્રીઓ સાથે બેઠક થઇ ગયેલ છે. તેઓશ્રીએ જણાવેલ છે કે નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આવશ્યકતા મુજબ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા નિયમિત સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલની કોઈ અછત નથી. હાલ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે મુખ્યત્વે અફવાઓ અને ગેરમાર્ગે દોરતી માહિતીના કારણે ઊભી થઈ હોવાનું જણાવાયું હતું.જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા એકસાથે મોટી સંખ્યામાં પેટ્રોલપંપ ઉપર પહોંચતા અનાવશ્યક ભીડ સર્જાઈ રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી શકે છે. તેથી નાગરિકોએ ગભરાટમાં આવીને ઈંધણનો બિનજરૂરી સંગ્રહ ન કરવો અને માત્ર જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડિઝલ ખરીદવું.ખાસ કરીને ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાની નજીકના પેટ્રોલપંપ સાથે પૂર્વ સંપર્ક કરીને આવે જેથી તેમને જરૂરિયાત મુજબ સરળતાથી ડિઝલનો જથ્થો મળી રહે. તેમજ ખેડૂતો માટે જરૂરી ઈંધણ ઉપલબ્ધ રહે તે માટે પણ પેટ્રોલપંપ સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી છે.બેઠક દરમિયાન પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ખોટી રીતે સંગ્રહખોરી ન કરે કે કાળા બજારી ન કરે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી જરૂરી દેખરેખ, ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને નિયમિત મોનીટરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરાવા અંગે ચર્ચા થઈ હતી.*જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે,*• સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોથી ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. • પેટ્રોલ-ડિઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. • પેટ્રોલપંપ ઉપર શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો. • પેટ્રોલપંપના સ્ટાફ અને વિક્રેતાઓ સાથે સંયમપૂર્વક વર્તન કરવું. • માત્ર જરૂરીયાત મુજબનું જ ઈંધણ ખરીદવું. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ પુનઃ સ્પષ્ટતા કરી છે કે, નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. નાગરિકોએ ગેરસમજ અને ગભરાટથી દૂર રહી જવાબદાર નાગરિક તરીકે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.૦૦૦૦૦