નેત્રંગના પુંજપુંજીયા ગામે રહેણાંક ઘરના દરવાજા પાછળ બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળ્યો પોલીસે વિદેશી દારૂની ૫૪ બોટલો કબ્જે લઇને ઘરે હાજર નહિ મળેલ મકાનમાલિક સામે ગુનો દાખલ કર્યો તા.૨૭ મે '૨૬ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પુંજપુંજીયા ગામેથી એક રહેણાંક ઘરના દરવાજા પાછળ બેગમાં સંતાડી મુકેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ પોલીસના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પુંજપુંજીયા (મૌઝા) ગામ પાસે આવતા પોલીસ ટીમને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે પુંજપુંજીયા ગામે રહેતો કમલેશ ચંદ્રસિંગ વસાવા તેના રહેણાંક ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમી મુજબના ઘરે જઇને જોતા સદર ઇસમ કમલેશ વસાવા ઘરે હાજર મળી આવેલ નહિ. પોલીસે તેના ઘરમાં તેમજ ઘરની આજુબાજુ તપાસ કરતા ઘરના દરવાજા પાછળ પરચુરણ સામાનની આડમાં એક રેકઝીન બેગમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૪ નંગ બોટલો મળી આવી હતી.એક બોટલની કિંમત રૂપિયા ૨૨૫ લેખે કુલ ૫૪ નંગ દારૂની બોટલોની કિંમત રૂપિયા ૧૨૧૫૦ થતી હોઇ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘરમાંથી મળી આવેલ આ જથ્થો કબ્જે લીધો હતો,અને પોલીસની રેઇડ દરમિયાન ઘરે હાજર નહિ મળેલ સદર ઇસમ કમલેશ ચંદ્રસિંગભાઇ વસાવા રહે.ગામ પુંજપુંજીયા, તા.નેત્રંગ,જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.