મહુવાના ભાદ્રોડ માં પ્રદુષણનો આતંક, લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં!
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
મહુવાના ભાદ્રોડ માં પ્રદુષણનો આતંક, લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં!
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમને અડીને આવેલા પાર્થ ડીહાઈડ્રેશન ડુંગળીના કારખાના દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુભર બન્યું છે. કારખાનામાંથી દિવસ-રાત નીકળતા કાળા દિબાંગ ધુમાડાએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે, જેને પગલે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું છેસ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કારખાના દ્વારા કોઈપણ જાતના નિયમોનું પાલન કર્યા વિના ૨૪ કલાક ઝેરી કાળો ઘુમાડો હવામાં છોડવામાં આવી રહ્યો છે.આરોગ્ય સામે ખકરો આ પ્રદૂષણને કારણે ગામના નાના બાળકો અને વડીલોમાં શ્વાસ લેવાની તકલીફ, ઉઘરસ અને ફેફસાની અસંખ્ય ગંભીર બીમારીઓનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ચોવીસે કલાક હવામાં ઓગળતા ઝેરને કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી રહયા અને મોટી મુસીબતનો સામનો કરી રહ્યા છે રિપોટિંગ-કરણ વાઘ