મહિસાગર જિલ્લા ના વીરપુર તાલુકાના વીરપુર બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન.
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
રમતજગત
મહિસાગર જિલ્લા ના વીરપુર તાલુકાના વીરપુર બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન.
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વીરપુર બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા તારીખ ૧૬ મેં થી લઈને તારીખ ૨૪ મેં સુધી ઓક્શન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટ નું વીરપુર તાલુકાના ગુંદી ના મુવાડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું . તેમાં પ્રથમ દિવસ થી ચાલી રહેલા સમાજ ના અલગ અલગ ગામની ટુર્નામેન્ટ માથી અંતે બે ટીમ જે ડોક્ટર ૧૧ કોયડમ અને તલાટી ૧૧ મુવાલ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો તેમાં થી ડોક્ટર ૧૧ કોયડમ પોતાની રણનીતિથી વિજય મેળવ્યો . તેમજ તેમની આ સફળતા ને વધુ કિંમતી બનાવવા માટે સમાજ ના અગ્રણી તથા નામચીન મહેમાનો એ હાજરી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા વિજેતા ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કર્યા તથા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ની તમામ ટ્રોફી ના દાતા પિનાકીનભાઈ પટેલ નો પણ ખૂબ ખૂબ આભાર તથા આયોજક મિત્રો નો પણ ખૂબ ખૂબ આભાર . અંતમાં ચા નાસ્તા નું વિતરણ કરી આ વીરપુર બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા ઉત્સાહભેર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું યાદગાર રીતે સમાપન થયું .