*મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 'વેસ્ટમાંથી બેસ્ટ'નો નવતર પ્રયોગ*
MEHSANA | By Akhand Bharat Team | Published:
ટેક
*મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 'વેસ્ટમાંથી બેસ્ટ'નો નવતર પ્રયોગ*
૧૮૦૧ કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે*મહેસાણા: ૨૦ મે ૨૦૨૬ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી એક નવીન પહેલ કરવામાં આવી છે. કચેરી હસ્તક લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાઈકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત "વેસ્ટ માંથી બેસ્ટ"ના અભિગમને સાર્થક કરતા, કચેરી દ્વારા કુલ ૧૮૦૧ કિલો અખાદ્ય જથ્થો સુરેન્દ્રનગરની સનસાઈન ઇન્ડસ્ટ્રીઝને સોંપવામાં આવ્યો છે.આ નવતર પ્રયોગ દ્વારા કુલ રૂ. ૪૫,૦૫૦ ની આવક થઈ છે, જે સરકારી તિજોરીમાં જમા કરી દેવામાં આવી છે. આ અખાદ્ય માંથી બાયોડીઝલ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ફ્યુઅલ (બળતણ) તરીકે થઈ શકશે. આમ, નકામી વસ્તુનો પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ થવાથી પ્રદૂષણ અટકશે અને ઉર્જાના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ પણ શક્ય બનશે.