માંગરોળ તાલુકાના ચાખવા ગામના યુવાન અને ૧૦૮ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા શબ્બીરખાન બેલીમને આજ રોજ નર્મદા રાજપીપળા ખાતે “Honesty Award” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
JUNAGADH | By Akhand Bharat Team | Published:
હેલ્થ
માંગરોળ તાલુકાના ચાખવા ગામના યુવાન અને ૧૦૮ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા શબ્બીરખાન બેલીમને આજ રોજ નર્મદા રાજપીપળા ખાતે “Honesty Award” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માંગરોળ તાલુકાના ચાખવા ગામના યુવાન અને ૧૦૮ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા શબ્બીરખાન બેલીમને આજ રોજ નર્મદા રાજપીપળા ખાતે “Honesty Award” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.થોડા સમય પહેલા બનેલા ગંભીર અકસ્માતના એક કેસ દરમિયાન દર્દી પાસેથી રૂ. ૫ લાખથી વધુનું કિંમતી મુદામાલ શબ્બીરખાન બેલીમને મળ્યું હતું. માનવતા, ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તેમણે આ સમગ્ર મુદામાલ સંપૂર્ણ પ્રમાણિકતા સાથે દર્દીના પરિવારજનોને પરત સોંપ્યું હતું.શબ્બીરખાન બેલીમની આ પ્રશંસનીય કામગીરી અને તેમની નિષ્ઠાવાન સેવાઓને ધ્યાનમાં રાખી ૧૦૮ ઇમરજન્સી સેવા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને “Honesty Award” આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે શબ્બીરખાન બેલીમ જેવા કર્મચારીઓ સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેમની ઈમાનદારી સમગ્ર સંસ્થા માટે ગૌરવની બાબત છે.