લુણાવાડામાં ડૉ. આર. બી. પટેલ અને બાવન પાટીદાર સમાજના આયોજન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
લુણાવાડામાં ડૉ. આર. બી. પટેલ અને બાવન પાટીદાર સમાજના આયોજન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો
૪૫ ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે લુણાવાડાના વિકાસ સંસ્થા બાવન પાટીદાર સમાજ અને રેડક્રોસ સોસાયટી દ્વારા ડૉ. આર. બી. પટેલના માર્ગદર્શન હેઠળ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ બેંકોમાં સર્જાયેલી લોહીની અછતને દૂર કરવા યોજાયેલા આ કેમ્પમાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 250થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું. આ રક્ત અકસ્માતગ્રસ્ત અને થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. લુણાવાડાના રક્તદાતાઓએ સેવાભાવ અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. તલાર જયેશ