ગાંધીનગર, મે ૨૦૨૬:ગુજરાતમાં વૈજ્ઞાનિક જાગૃતિ અને અનુભવલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી Gujarat Council on Science and Technology દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત “ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક” આજે વિજ્ઞાનપ્રેમીઓ અને પર્યટકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાર્કના ઉદ્ઘાટન બાદ માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ ૩૫૦૦થી વધુ મુલાકાતીઓએ અહીં મુલાકાત લઈને વૈજ્ઞાનિક અનુભવ મેળવ્યો છે.Bhupendra Patelના હસ્તે ઉદ્ઘાટિત આ પાર્ક રાજ્યમાં વિજ્ઞાન શિક્ષણ અને જાગૃતિ માટેની મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે. Narendra Modiએ હંમેશાં બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તથા આધુનિક વિજ્ઞાન અંગે સમજણ વિકસિત કરવા ઉપર ભાર મૂક્યો છે, ત્યારે આ પાર્ક એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે.₹૮ કરોડના ખર્ચે વિકસિત અનોખું વિજ્ઞાન કેન્દ્રGUJCOST દ્વારા અંદાજિત ₹૮ કરોડના ખર્ચે ૫,૯૩૦ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ પાર્ક કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વને સરળ અને રસપ્રદ રીતે સમજાવતું અનોખું કેન્દ્ર છે. અહીં પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો, ઋતુ પરિવર્તન, સૂર્યની ગતિ અને છાયાના ફેરફારો જેવી વૈજ્ઞાનિક બાબતોને પ્રયોગાત્મક રીતે રજૂ કરવામાં આવી છે.ખુલ્લા આકાશ નીચે જીવંત વિજ્ઞાન પ્રયોગશાળાપાર્કની સૌથી વિશેષતા એ છે કે અહીં વિજ્ઞાનને માત્ર પુસ્તકો સુધી મર્યાદિત રાખવામાં આવ્યું નથી, પરંતુ તેને અનુભવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સન ડાયલ, એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ, સૂર્યની દિશા અને સમય માપવાની પદ્ધતિઓ જેવી પ્રદર્શિત વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી હવામાં આવેલી જીવંત વિજ્ઞાન પ્રયોગશાળા સમાન બની છે.કર્કવૃત્તનું વૈશ્વિક મહત્વ સમજાવતું કેન્દ્ર�ટ્રોપિક ઑફ કેન્સર એટલે કે કર્કવૃત્ત પૃથ્વીના પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક મહત્વપૂર્ણ વર્તુળ છે. વિષુવવૃત્તથી ૨૩.૫૦ ડિગ્રી ઉત્તર તરફ આવેલી આ કાલ્પનિક રેખા ભારત સહિત વિશ્વના અનેક દેશો અને ખંડોમાંથી પસાર થાય છે. ભારતમાં કર્કવૃત્ત ગુજરાત સહિત આઠ રાજ્યોમાંથી પસાર થાય છે, જ્યારે ગુજરાતમાં તે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ જિલ્લાઓને સ્પર્શે છે.વિજ્ઞાન પ્રવાસનનું નવું કેન્દ્રઆ પાર્કને સેલ્ફ-એક્સપ્લેનેટરી પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં મુલાકાતીઓ વૈશ્વિક મહત્વ ધરાવતી અક્ષાંશ રેખા પર ઊભા રહેવાનો અનોખો અનુભવ મેળવી શકે છે. અહીં કુદરતી સૌંદર્ય, વૈજ્ઞાનિક પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંકલનથી પાર્ક વિજ્ઞાન પ્રવાસનનું નવું કેન્દ્ર બની રહ્યું છે.ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે આ પાર્ક જ્ઞાન સાથે મનોરંજન પૂરું પાડતું આદર્શ સ્થળ બની રહ્યું છે. સાથે સાથે સ્થાનિક લોકોને રોજગાર અને વિકાસની નવી તકો પણ ઉપલબ્ધ થઈ રહી છે.આમ, સલાલ ખાતે વિકસિત ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક ગુજરાતમાં વૈજ્ઞાનિક જાગૃતિ, નવીનતા અને અનુભવલક્ષી શિક્ષણને મજબૂત બનાવતું એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ બની રહ્યું છે.