ખેડુત ૭/૧૨ બતાવે તો જ ડીઝલ મળશે, પણ ગોધરાના આનંદ મેળામાં દરરોજ 15 લીટર ડીઝલ કોઈપણ પરમિશન વગર આપવામાં આવે છે
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ખેડુત ૭/૧૨ બતાવે તો જ ડીઝલ મળશે, પણ ગોધરાના આનંદ મેળામાં દરરોજ 15 લીટર ડીઝલ કોઈપણ પરમિશન વગર આપવામાં આવે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વારા દેશની તમામ જનતાને, સરકારી અધિકારીઓ અને નેતાઓને કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ બને એટલો ઓછો કરો અને તેની બચત કરો જેના કારણે ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ હવે ઓનલાઈન મિટિંગ કરે છે અને ગાડીઓના કાફલામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે તો બીજી તરફ જગતના તાત એવા ખેડૂત ભાઈઓને ખેતી કરવાના આધુનિક સાધનોમાં નાખવા માટે પેટ્રોલ તેમજ ટ્રેક્ટર જેવા જરૂરી વાહન ચલાવવા માટે ડીઝલ મળી રહ્યું નથી મોટા ભાગના પંપ ખાલી જોવા મળે છે અને જ્યાં પેટ્રોલ ડીઝલ નો જથ્થો આવે છે ત્યાં વાહનોની લાંબી લાઈનો હોય છે જેથી ઘણા ખેડૂત ને પેટ્રોલ ડીઝલ મળે છે તો ઘણા ફક્ત લાઇનમાં ઉભા રહી ખાલી હાથ પાછા ફરે છે ત્યારે આવા સંકટ સમયે ગોધરા શહેરના અમદાવાદ રોડ મોતીબાગની બાજુમાં આવેલ આનંદ મેળામાં દરરોજ 15 લીટર ડીઝલ અને મોતના કૂવામાં ચાલતા વાહનો માટે પેટ્રોલ સરળતાથી મળી આવે તે પત્રકાર આશિષ કામદાર ધ્વારા સ્થળ તપાસ કરતા અને મેળાના સંચાલક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યારથી મેળો ચાલુ કર્યો છે ત્યારથી દરરોજ 3 રાઇડ ડીઝલ થી ચાલે છે જેમાં એક રાઇડમાં દરરોજ અંદાજે 5 થી6 લિટર ડીઝલ વપરાય છે અને આ ડીઝલ તેઓ પેટ્રોલ પંપ ઉપર થી પ્લાસ્ટિકના કેરબામાં ભરી લાવે છે નવાઈ ને વાત તો છે કે મેળાના સંચાલક પાસે ડીઝલ લાવવા માટે તંત્રની કે કોઈપણ સક્ષમ અધિકારીની લેખિત પરમિશન નથી તેમ છતાં પેટ્રોલ પંપ ઉપરથી તેમને આસાનીથી દરરોજ ડીઝલનો જથ્થો મળી રહે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોઈપણ સંગ્રહ ખોરી કે કાળા બાજરી કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આનંદ મેળા વાળા ભાઈને જે રીતે આસાનીથી દરરોજ ડીઝલનો જથ્થો મળી રહે છે ત્યાં એજ ડીઝલ લેવા માટે ખેડૂત એ 7/12 ની નકલ આપવાની ફરજ પડે છે ત્યારે શહેરના અનેક લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે આ મુદ્દે તંત્ર ધ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે