હાંસોટ પંથકમાં ખાતરની અછતના કારણે જગતના તાતના બેહાલ
BHARUCH | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
હાંસોટ પંથકમાં ખાતરની અછતના કારણે જગતના તાતના બેહાલ
ભરૂચજિલ્લાના હાંસોટતાલુકામાં ખાતર મેળવા માટે ખાતરડેપો પર ખેડૂતો સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા છે ખાતરની અછતના કારણે ભરબપોરે ખેડૂતના હાલ બેહાલ થયાં છે ડેપો માલિકના જણાવ્યા મુજબ ખાતરનો પૂરતો જથ્થોમળી રહ્યો નથી અને ખેડૂતખાતેદારોની માંગ વધતા આવી પરિસ્થિતિ ઉભી થઇ છે જયારે બીજી બાજુ ખેડૂતોના આધારકાર્ડ લઈ ઓનલાઇન અપલોડ થતું નથી સિસ્ટમ બરાબર ચાલતી નથી. લાઈનમાં રહી ને કદાચ ખાતર મળી જાય તો પેટ્રોલ પંપો પર થી ડીઝલ કારબામાં મળતું નથી ખેડૂતો જાય તો ક્યાં જાય જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે સરકાર ખેડૂતોની વેદનાને સમજી વહેલી તકે નિરાકરણ લાવે એવી ખેડૂતો આશા રાખી બેઠા છે