ગીર કેશર નો વૈશ્વિક ડંકો: GI ટેગ સાથે નિકાસમાં નવો રેકોર્ડસ્વાદ અને સુગંધ માટે વિશ્વપ્રસિદ્ધ ગીર કેસર કેરી હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતનું ગૌરવ બની રહી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં તેની માંગ સતત વધી રહી છે, જેના પરિણામે નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.વર્ષ 2011માં ગીર કેસરને મળેલા ભૌગોલિક સંકેત (GI Tag) બાદ તેની ગુણવત્તા અને મૂળ ઓળખને વૈશ્વિક માન્યતા મળી છે. GI ટેગના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનીયતા વધતા નિકાસના નવા દરવાજા ખુલ્યા છે.હાલ ગુજરાતમાં આશરે 44,000 હેક્ટર વિસ્તારમાં કેસરનું વાવેતર થાય છે અને દર વર્ષે અંદાજે 3.15 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. છેલ્લા વર્ષોમાં રાજ્યમાંથી 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ થઈ છે, જે ખેડૂતો માટે આવકના નવા અવસર સર્જી રહી છે.ખેડૂતોને સ્થાનિક સ્તરે જ નિકાસ સુવિધા મળી રહે તે માટે કેશોદ એરપોર્ટ ખાતે વિશેષ કાર્ગો અને એક્સપોર્ટ હબ વિકસાવવાની યોજના પર કાર્ય ચાલી રહ્યું છે. આ સુવિધા કાર્યરત બનતા નિકાસ પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.વિદેશમાં કેરી નિકાસ કરવા માટે એગ્રીકલ્ચર અને પ્રોસેસ ફુડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના Hortinet પોર્ટલ પર ફાર્મ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. આ રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે અને તેની માન્યતા પાંચ વર્ષ સુધી માન્ય રહે છે.ગીર કેસરની મીઠાશ હવે સાત સમંદર પાર પહોંચી ગઈ છે અને ગુજરાતની કેરી વૈશ્વિક બજારમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.