સુરેન્દ્રનગર : ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય તાપથી સામાન્ય જનજીવન વ્યાકુળ બન્યું છે, ત્યારે લોકો ને ઠંડક અને રાહત પહોંચાડવાના આશય સાથે સામાજિક સંસ્થા ‘દિલ સે ફાઉન્ડેશન’ દ્વારા મેગા મોલ રોડ પર એક પ્રશંસનીય સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. સંસ્થાના સૂત્ર “સેવા એ જ પ્રશંસા...” ને સાર્થક કરતા આજે સંસ્થાના કાર્યકરો દ્વારા જાહેર જનતા માટે ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.બજારમાં ખરીદી અર્થે નીકળેલા રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકોએ આ સેવાનો ઉત્સાહભેર લાભ લીધો હતો અને ગરમીમા તૃપ્તિનો અહેસાસ કર્યો હતો. "દિલ સે ફાઉન્ડેશન" દ્વારા અંદાજે 2000 કરતા પણ વધારે ઠંડી છાસ ના ગ્લાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિક રહીશો અને રાહદારીઓએ સંસ્થાના આ માનવતાવાદી કાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા આકરા ઉનાળામાં છાશનું વિતરણ એ ખૂબ જ પુણ્યનું અને સરાહનીય કાર્ય છે. ‘દિલ સે ફાઉન્ડેશન’ આગામી દિવસોમાં પણ આવી લોકોપયોગી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તેમ સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.