ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ પરિણામ સુધારણા તેમજ ૧૦૦% પરિણામ મેળવનાર શાળાઓનો પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો*
MEHSANA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ પરિણામ સુધારણા તેમજ ૧૦૦% પરિણામ મેળવનાર શાળાઓનો પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો*
મહેસાણાની વી. આર. કર્વે સ્કૂલ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં જિલ્લાની ૬૧ શાળાઓ ને ૧૦૦% પરિણામ મેળવવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના EIશ્રી અને AEIશ્રી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 50% થી ઓછું પરિણામ મેળવનાર કુલ ૮ શાળાઓએ PPT દ્વારા વધુ પરિણામ મેળવવા શાળા દ્વારા કરેલ માઇક્રો પ્લાનિંગ અને એક્શન પ્લાન અંગે હવેની પછી જુલાઈની પૂરક (બેસ્ટ ઓફ ટુ) પરીક્ષામાં આ શાળાઓ વધુ પરિણામ લાવી શકે તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.