ડોમ્સ કંપની ઉમરગામ દ્વારા સમર કેમ્પ ના વિદ્યાર્થીઓને સ્ટડી કિટ્સ નુ વિતરણ.
VALSAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ડોમ્સ કંપની ઉમરગામ દ્વારા સમર કેમ્પ ના વિદ્યાર્થીઓને સ્ટડી કિટ્સ નુ વિતરણ.
સ્વસ્થ ભારતના અભિયાન સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા ઉમદા હેતુથી આદરણીય પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન તેમજ જિલ્લા કોઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ ના સહકારથી શ્રી એમ.કે.મહેતા કોલેજ કેમ્પસમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. સમર કેમ્પ ના સંચાલક શ્રી વિપુલભાઈ જી.ભંડારી તથા સહ સંચાલક શ્રીમતી અનિલાબેન તથા એમ.કે.મહેતાના આચાર્ય શ્રીખંડુ ભાઈ સર ના સહકાર થી ખુબ સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉમરગામ સ્થિત સ્ટેશનરીની ખૂબ જ મોટી કંપની ડોમ્સ કમ્પની દ્વારા કિરણભાઈ પટેલ ના સહકાર થી બાળકોને સ્ટડી કિટ્સ નુ વિતરણ કરવામાં આવ્યુ.જેનાથી બાળકો ખૂબ આનંદિત અને પ્રોત્સાહિત થયા હતા.