ડાંગના જળસંકટના કાયમી ઉકેલ તરફ રાજ્ય સરકારના મજબૂત ડગલાં: મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ડાંગના જળસંકટના કાયમી ઉકેલ તરફ રાજ્ય સરકારના મજબૂત ડગલાં: મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી
મયુર મોકાશી રાજ્યના દુર્ગમ ડુંગરાળ અને આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરતા, ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી અને વિવિધ મહત્વની જળસંચય યોજનાઓની સ્થળ તપાસ કરી કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ડાંગનો સર્વાંગી વિકાસમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં પાણીની સુવિધાને પ્રાથમિકતા આપી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ડાંગના ખેડૂતોને સિંચાઈના પાણી માટે અને ગ્રામીણ વિસ્તારોને શુદ્ધ પીવાના પાણી માટે નિર્ભર ન રહેવું પડે તે માટે સરકાર કટિબદ્ધ છે.(સ્થળ નિરીક્ષણ અને પ્રોજેક્ટ્સની વિગતો)મંત્રીશ્રીએ વિવિધ સ્થળોએ જઈને કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:૧).ઘોધલી ઘાટ પ્રોજેક્ટ: ઘોધલી ઘાટ ખાતે આશરે રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે ૫ નવા વિયર (weirs) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિ જોઈને તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.૨). ભીષ્યા ડેમ ડિ-સીલ્ટીંગ: ભીષ્યા ડેમમાં ચાલી રહેલી ડિ-સીલ્ટીંગ (કાંપ દૂર કરવાની) કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્ય પૂર્ણ થયા બાદ ડેમની જળસંગ્રહ ક્ષમતામાં ૫.૭૩ એમ.સી.એફ.ટી. જેટલો વધારો થશે. આ વધારાનું પાણી ખેડૂતોની જમીનને ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ થશે.૩). તાપી-ડાંગ બલ્ક પાઈપલાઈન: ડાંગ માટે આ અત્યંત મહત્વની એવી 'તાપી-ડાંગ બલ્ક પાઈપલાઈન યોજના' હેઠળ હનવતચોંડ અને ધુબીટા ગામે બની રહેલા સંપ (sump) નું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું અને પાણી સંગ્રહની વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ૪). ખાતળ-૩ ચેકડેમનું બાંધકામ અને વાહુટિયા-૧ વિયરની મુલાકાત લઈ મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને આ યોજનાઓથી ખેડૂતોને મળતા સિંચાઈના ફાયદાઓ વિશે ચર્ચા કરી હતી.[અધિકારીઓને કડક સૂચનાઓ]સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તમામ કામગીરી સમયમર્યાદામાં પૂરી થાય અને તેનો સીધો લાભ અંતરિયાળ વિસ્તારના નાગરિકોને મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.[જળસંચયથી બદલાશે ગ્રામીણ અર્થતંત્ર]ડાંગ જેવા પ્રકૃતિના ખોળામાં વસેલા જિલ્લા માટે જળસંચય એ જીવનરેખા સમાન છે. આ વિવિધ યોજનાઓ અમલમાં આવવાથી માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પાણીની સુલભતા વધશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. ડાંગના વિકાસ માટે સરકાર દ્વારા લેવાયેલા આ પગલાં સ્થાનિક સ્તરે આવકારદાયક બન્યા છે.