ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના કાકડવીહીર ગામમાં યુવાનો પર અમુક ઈસમો ધ્વરા જીવલેણ હુમલો
DANG | By Akhand Bharat Team | Published:
અપરાધ
ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના કાકડવીહીર ગામમાં યુવાનો પર અમુક ઈસમો ધ્વરા જીવલેણ હુમલો
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ કાકડવિહીર ગામે તારીખ 29 05 2026 શુક્રવારના રોજ એ લગ્ન પ્રસંગ હતો કાકડવિહીર ગામે લગ્ન પ્રસંગ હોવાથી નજીકના ગામોના લોકો પણ નાચવા ગયેલ હતા તેમાં ડીજે ઉપર નાચતા નાચતા ઝઘડો થયેલ હતો અને કિરલી ગામના ત્રણ જુવાનિયાઓ પણ નાચવા માટે ગયેલ જે સોમીયલ ભાઈ અજયભાઈ પવાર યોહાન ભાઈ બાલુભાઈ પવાર તેમજ મુકેશભાઈ દેવચંદભાઈ પવાર જેઓ નાચીને ઘરે આવતા હતા તેટલામાં કાકડવિહીર ગામના કિરણભાઈ ચંદ્રુભાઈ ગણેશભાઈ તેમજ તેમના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આરોપીઓ એક જૂથ થઈને ત્રણેય વ્યક્તિઓને ઢોર માર્યો હતો તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડી તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને ધાર્યું ચપ્પુ સળિયા જેવા શાસ્ત્રો બતાવી મારી નાખવાની ધમકીઓ આપી અને કહ્યું કે તમને તો ચપ્પુથી તમારું ગડુ કાપી નાખીશું આવી ધમકીઓ પણ આપી હતી ઘટના પગલે આજુબાજુના વિસ્તારમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે ઇજાગ્રસ્તોને સારવાર માટે સુબીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે પરિવારજનો અને ગ્રામજનોએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે જ પોલીસ તંત્ર પાસે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગ્રામજનોનું કેવું છે કે આવી ગંભીર ઘટના સમાજમાં અશાંતિ અને ભય ફેલાવે છે તેથી જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અગાઉ પણ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખશ્રી મહેશભાઈ આહિરે દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો કે ડાંગ જિલ્લામાં યુવાધન નશા ના રવાડે ચડી આવા કૃત્ય કરતા હોય છે અને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે જેથી પોલીસ તંત્ર કડકમાં કડક પગલાં લઈ અને સમાજમાં નિરાકરણ આવે એવો દાખલો બેસાડે.