*દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ**ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે**કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે - પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા*દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૬ મી એપ્રિલએ યોજાનાર ચૂંટણી વખતે નાગરિકો ૧૦૦% મતદાન કરે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજરોજ દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.આ દરમ્યાન જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અનુરોધ કરતા કહ્યું હતું કે, નાગરિકો લોકશાહી ના આ પર્વને અન્ય તહેવારોની જેમ ઉજવે અને ૧૦૦% મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે. વધુમાં તેમણે ચૂંટણીને લગતી માહિતી આપી હતી અને પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય અને લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે એ માટે જિલ્લા પોલીસ સજ્જ છે. લોકશાહી એ મોટો પર્વ હોવાથી પત્રકારો ખરાઈ કર્યા વિના, અફવા, અધૂરી વિગત, ખોટી માહિતી ના ફેલાય એ માટેની તકેદારી રાખે એ જરૂરી છે. આ અવસરે પત્રકારો અને અધિકારીઓએ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, નાયબ માહિતી નિયામકશ્રી રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી/કર્મચારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.*હસમુખ પ્રજાપતી બાંડીબાર*