નીતિન પંડ્યા, ભિલોડા:રાજ્ય સરકારના મંત્રી અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડાના વરદ્ હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા-રાણીપ (અમદાવાદ) નવીન એસ.ટી. બસ સેવાનો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને તેમની સુવિધાઓ અને સૂચનો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે,"રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને જાહેર પરિવહન સેવાઓને વધુ સુલભ, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા માટે સતત પ્રયાસશીલ છે. જનસુવિધા અને સર્વાંગી વિકાસના અભિગમ સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તાર સુધી ઉત્તમ પરિવહન સેવાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે."બસનો રૂટ અને નવીન ટ્રીપની વિગત:મુખ્ય રૂટ: ભિલોડાથી ઉપડીને આ નવીન બસ વાયા ગાંભોઈ, રણાસણ, હરસોલ અને દહેગામ થઈને રાણીપ (અમદાવાદ) પહોંચશે.વધારાની સુવિધા: સ્થાનિક રજૂઆતો અને મંત્રીશ્રીની ખાસ ભલામણથી સુંદરપુર - કુંડોલપાલથી જિલ્લા મથક મોડાસા જતી નવીન ટ્રીપ પણ શરૂ કરવામાં આવી છે. આ નવીન રૂટ શરૂ થતાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારના નાગરિકો અને મુસાફરોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના અધિકારીઓ, ડેપો મેનેજર શ્રી એસ.ડી. સુથાર, સુપરવાઈઝરો, એસ.ટી. સ્ટાફ, પોલીસ તંત્રના અધિકારીઓ તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.