ભાવનગર ટર્મિનસ-શહીદ કૅપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસની સેવાઓ પુનઃ શરૂ
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
ટેક
ભાવનગર ટર્મિનસ-શહીદ કૅપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસની સેવાઓ પુનઃ શરૂ
યાત્રિયોની સુવિધા તથા વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રદ કરવામાં આવેલી ટ્રેન નંબર 19107/19108 ભાવનગર ટર્મિનસ-શહીદ કૅપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસની સેવાઓ પુનઃ શરૂ (Restoration) કરવા માટે નિર્ણય લેવામાં આવ્યા છે.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે આ ટ્રેન માટેનું આરક્ષણ (બુકિંગ) 24 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી IRCTC વેબસાઇટ તથા PRS કાઉન્ટરો મારફતે શરૂ થઈ ચૂક્યું છે. આ ટ્રેન 07 જૂન, 2026થી આગળની મુસાફરીની તારીખો માટે ઉપલબ્ધ રહેશે.ઉલ્લેખનીય છે કે પરિચાલન સંબંધિત કારણોસર આ ટ્રેનનું સંચાલન અગાઉ નિર્ધારિત સમયગાળા માટે સ્થગિત રાખવામાં આવ્યું હતું. હવે મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તેની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરોને આવન-જાવનમાં વધુ સારો વિકલ્પ મળશે.મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ શર્માએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી પહેલા ટ્રેનોની તાજી સ્થિતિની માહિતી અવશ્ય મેળવી લે અને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લે.અતુલ કુમાર ત્રિપાઠી વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધકપશ્ચિમ રેલવે, ભાવનગર મંડલ