ગીર ગઢડા તાલુકાના બેડીયા તથા આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ઝડપે પવન ફૂંકાયો હતો ઉનાળું ઋતુમાં સોમાસા જવુ વાતાવરણ વચ્ચે કમોસમી છૂટાછવાયા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ તલ બાજરી અને કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આ પરિસ્થિતિ મુશ્કેલીભરી બની છે, કારણ કે કેરીનો પાક તૈયાર થવાની નજીક છે.સમગ્ર ગીર પંથકમાં એકાએક વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.હાલમા તલ બાજરી અને કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે, ત્યારે આ વરસાદે પાકને નુકસાન પહોંચાડવાની ભીતિ ઊભી કરી છે. ખેડૂતો પોતાના તૈયાર કેરીના પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે અને બાગમાં દોડધામ મચી છે.વિશેષ કરીને પ્રખ્યાત કેસર કેરીના ઉત્પાદન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વરસાદ ચાલુ રહેશે તો પાકને ભારે નુકસાન પહોંચી શકે છે, જેના કારણે બજારમાં કેરીના ભાવ અને ઉપલબ્ધતા પર પણ અસર પડી શકે છે.