બાલાસિનોર ખાતે વણકર સમાજ ભવન નિર્માણ માટે બેઠક યોજાઈ
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
બાલાસિનોર ખાતે વણકર સમાજ ભવન નિર્માણ માટે બેઠક યોજાઈ
શિલ્પા માયાવંશી - પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ ૩૧-૦૫-૨૦૨૬ ને રવિવારના રોજ બાલાસિનોર ની પવિત્ર ભૂમિ સંસ્કાર મંદિર ખાતે નિવૃત્ત નાયબ કલેકટર દિનેશભાઈ પટેલીયા સાહેબના અધ્યક્ષ સ્થાને ૪૭ ગામ વણકર સમાજના વડીલો,યુવાઓની મીટીંગ યોજાઈ જેમાં બાલાસિનોર ખાતે ૪૭ ગામ વણકર સમાજ ભવનના નવ નિર્માણ માટે ચર્ચા વિચારણા થઈ જેમાં સમાજના શિક્ષીત યુવાઓ,નિવૃત્ત કર્મચારીઓ,વડીલો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજભવન ની સાથે સાથે શૈક્ષણીક તાલીમ વર્ગો તથા લાઇબ્રેરી જેવી સમાજ ઉપયોગી સગવડો ઉભી કરવા બાબતે ચર્ચા વિચારણા થઈ હતી અને ટુંક સમયમાં સમાજભવન નું નિર્માણ થવા અંગેની સૌએ હકારાત્મક આશા વ્યક્ત કરી હતી. અખંડ ભારત